Advertisement
Virajsinh

Untitled

Feb 21st, 2023
147
0
Never
Not a member of Pastebin yet? Sign Up, it unlocks many cool features!
text 0.85 KB | None | 0 0
  1. આમ તો હરદમ હજૂરી હોય છે,
  2. આપણાં મનમાં જ દૂરી હોય છે.
  3.  
  4. મૌનની સરહદ વટાવી જાવ તો,
  5. શબ્દ સઘળા બિનજરૂરી હોય છે.
  6.  
  7. ને પછી ઊગે છે સૂરજ આંગણે,
  8. પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે.
  9.  
  10. ધોમધમખતા રણ વિશે ચિંતા ન કર,
  11. રણની વચ્ચે પણ ખજૂરી હોય છે.
  12.  
  13. દૂર બેઠા યાદ આવે છે સતત,
  14. પાન પણ કેવાં કપૂરી હોય છે.
  15.  
  16. એક પણ ઇચ્છા પૂરી ના થૈ શકી,
  17. હર ગઝલ ‘આદિલ’ અધૂરી હોય છે.
  18.  
  19. – આદિલ મન્સૂરી
Advertisement
Add Comment
Please, Sign In to add comment
Advertisement