Advertisement
Guest User

Untitled

a guest
Nov 20th, 2017
62
0
Never
Not a member of Pastebin yet? Sign Up, it unlocks many cool features!
text 2.52 KB | None | 0 0
  1. બાજરા ઈડલી
  2.  
  3. સામગ્રી
  4.  
  5. -1 કપ બાજરી
  6. -1 ટેબલસ્પૂન ઈડલી ચોખા
  7. -1/2 કપ દહીં
  8. -1/2 કપ અડદની દાળ
  9. -1 ટેબલસ્પૂન રવા
  10. -1 ચપટી જીરું
  11. -1 નાનું ગાજર
  12. -મીઠું સ્વાદાનુસાર
  13. -કોથમીર
  14.  
  15. રીત
  16.  
  17. સૌપ્રથમ એક કડાઈને ગરમ કરો. કડાઈ ગરમ થાય એટલે તેમાં બાજરી નાખીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં ચોખા નાખીને એકાદ મિનિટ શેક્યા બાદ ગેસ બંધ કરી દો. બાજરી અને ચોખા થોડા ઠંડા થાય ત્યારબાદ તેને છથી આઠ કલાક માટે પલાળી દો. અડદની દાળને પણ બરાબર સાફ કરીને ધોઈને ત્રણથી ચાર કલાક માટે પલાળી દો. હવે બાજરી, ચોખા અને દહીંને મિક્સ કરીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. અડદની દાળની પણ સ્મૂધ પેસ્ટ બનાવી લો. બંને પેસ્ટને મિક્સ કરીને ખીરું તૈયાર કરો. પાણીની જરૂર લાગે તો થોડું ઉમેરી લો. ગાજરને છાલ કાઢીને છીણી લો. કોથમીરને પણ ધોઈને સમારી લો. બાજરીના ખીરામાં રવો, ગાજર, જીરું, કોથમીર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો. તૈયાર છે ઈડલીનું સ્વાદિષ્ટ ખીરું. ત્યાર બાદ ઈડલી કૂકરમાં વરાળથી ચઢવીને ઈડલી ઉતારી લો. ગરમા-ગરમ ઈડલીને ચટણી સાથે સર્વ કરો.
  18.  
  19. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાજરાથી બનતી અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ...
Advertisement
Add Comment
Please, Sign In to add comment
Advertisement